તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશ્ર પ્રતિસાદ:‘પરીક્ષા લેવાઈ હોત તો ફિલ્ડ પસંદગીમાં અમને સરળતા રહેત’

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.10માં માસ પ્રમોશનના નિર્ણય અંગે જામનગરના ધો.10 અને 12ના વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે, ભાસ્કરે તેમના વિચારો જાણ્યા...
  • ઓફલાઈન શક્ય ન હોય તો ઓનલાઈન એક્ઝામ લેવી જોઈએ: ધો.12ના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ભોગે માસ પ્રમોશન ઈચ્છતા નથી

સારું થયું
હાલ પરીક્ષા આપવી જોખમી છે, ઓનલાઈન લેવાઈ હોત તો ઘણા વિદ્યાર્થીઓ ચોરી કરીને પણ પાસ થઈ જાત અને માર્ક્સ વધુ આવત.- મિરલબા જાડેજા, ધો.10

ખોટું થયું
પરીક્ષા લેવાવી જરૂરી હતી. પરીક્ષા લેવાઈ હોત તો હું મારો કારકિર્દીનો નિર્ણય કોઈ પણ જાતના અગવડતા વિના લઈ શકત.- રિદ્ધી પ્રાગડા, ધો.10

નિર્ણય ખોટો
અત્યારે સારું લાગશે પરંતુ આગળ જતાં મુશ્કેલી પડશે. કારકિર્દીના સૌથી અગત્યનો નિર્ણય લેવામાં સમસ્યા થશે.- જાડેજા હર્ષદીપસિંહ, ધો.10

ઉત્સાહ ઘટ્યો
​​​​​​​અમારી મહેનત પર પાણીઢોળ થયું છે, હવે ધો.12ની પરીક્ષા વખતે પણ અમારા આત્મવિશ્વાસ પણ ઘટાડો થશે.- કૃણાલ રાજ્યગુરુ, ધો.10

પરીક્ષા જોખમી
​​​​​​​સારું થયું, માસ પ્રમોશન મળ્યું. અત્યારે પરીક્ષા દેવા જવું જોખમી છે. સ્વાસ્થ્ય પહેલા એ સરકારનો નિર્ણય યોગ્ય જ છે.- દવે સિમત, ધો.10

મને ગમ્યું
​​​​​​​કોરોનાકાળમાં પરીક્ષા ટળી એ મને તો ગમ્યું છે. આમાં ચેપ લાગવાનો ભય રહે. જો કે, એમસીક્યુના આધારે પરીક્ષા લઈ શકાત.- સોનિયા તકવાની, ધો.10

અમને પણ...
ધો.10ના વિદ્યાર્થીઓની જેમ અમને પણ માસ પ્રમોશન મળવું જોઇએ. કારણ કે, કોરોનાના લીધે આખું વર્ષ બરબાદ થયું છે.- જયવીરસિંહ જાડેજા, ધો.12

એકઝામ જરૂરી
એક્ઝામ લેવાવી જોઈએ. ન લેવાય તો એ ખબર ન પડે કે અમે કયા વિષયમાં નબળા છીએ. માસ પ્રમોશનથી તો મહેનત પાણીમાં જાય.- રોહન ડેકાડે, ધો.12

પરીક્ષા જોઈએ
પરીક્ષા લેવાશે તો અમે અભ્યાસનું મૂલ્યાંકન કરી શકીશું. જો પરીક્ષા લેવાય તો અમારી મહેનતનું પરિણામ અમને મળશે.- પ્રાપ્તિ ટિકરિયા, ધો.12

ઓનલાઈન લો
પરીક્ષા લેવી જોઈએ, ઓનલાઈન લેવાય તો એ ખૂબ જ સારું રહેશે અમારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે પણ. જેનાથી તક મળી રહે.- દર્શિત નસીત, ધો.12

પ્રમોશન નહીં
અમને માસ પ્રમોશન નથી જોઈતું, પણ પરીક્ષા ઓનલાઇન લેવાવી જોઈએ. જેથી વર્ષ દરમિયાન કરેલી મહેનત નિષ્ફળ ન જાય.- નમ્રતા દામા, ધો.12

પરીક્ષા ન ટાળો
પરીક્ષાના લીધે અમે અમારી કારકિર્દીની પસંદગી સરળતાથી કરી શકીઅે અને ફિલ્ડ પણ પસંદ કરી શકીએ, માટે પરીક્ષા ન ટાળો.- નિશી શાહ, ધો.12

અન્ય સમાચારો પણ છે...