ફિયાસ્કો:મનપાની હેરીટેજ વોકમાં ફકત 50 નાગરિક જોડાતા ફિયાસ્કો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરાયું હતું

જામનગરમાં મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વચ્છ સર્વેક્ષણ-2022 અંતર્ગત યોજાયેલી હેરીટેજ વોકમાં ફકત 50 નાગરિકો જોડાતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. રણમલ તળાવ, ખંભાળિયા ગેઇટનો હેરીટેજ વોકમાં સમાવેશ કરાયો હતો.

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, સ્વચ્છ સર્વેક્ષણ-2022 અંતર્ગત રવિવારે હેરીટેજ વોકનું આયોજન કરાયું હતું. જેમાં જોડાવવા મનપાએ શહેરના મહાનુભવો, શ્રેષ્ઠીઓ, વડીલો, બાળકો તથા સમસ્ત શહેરીજનોને જોડાવવા અનુરોધ કર્યો હતો. પરંતુ હેરીટેજ વોકમાં ફકત 50 જેટલા નાગરિકો જોડાયા હતાં.

હેરીટેજ વોકનો રૂટ રણમલ તળાવ પાર્કિંગ, ખંભાળિયા દરવાજા, ભુજીયો કોઠો, લાખોટા કોઠા મ્યુઝિયમ રહ્યો હતો. હેરીટેજ વોકમાં જોડાનાર નાગરિકોનને ઐતિહાસિક સ્થળોની માહિતી આપવામાં આવી હતી. હેરીટેજ વોકમાં તદન ઓછા નાગરિકો જોડાતા મનપાની પ્રચાર-પ્રસારની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...