આવેદન:ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પરત ખેંચો આપ કિશાન સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારો ખેંચવામાં નહીં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમોની ચિમકી

સરકાર દ્વારા કરવામાં આવેલ ખાતરના ભાવ વધારામાં આમ આદર્મી પાર્ટી કિશાન સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. જો આગામી સમયમાં આ દિશામાં પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમોની પણ ચિમકી ઉચ્ચારી હતી.જામનગરમાં બુધવારે આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવ વધારાના મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપી સરકાર ખેડૂતોની જાવક ડબલ કરી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. એન.પી.કે. ખાતરના ભાવ 1185થી વધારી 1640 કરાયા છે. જેમાં 38 ટકા જેટલો જંગી ભાવ વધારો ઝીંકાયો છે.

વધુમાં એ.એસ.પી. ખાતરના ભાવ 975થી વધારી 1320 કર્યા છે. જેમાં પણ 35 ટકા જેટલો ભાવ વધારો ઉપરાંત પોટાસ ખાતરનો ભાવ 1040 થી વધારી 1740 કરાયો છે. એટલે કે 70 ટકા જેટલો જંગી ભાવ વધારો, આ ઉપરાંત એમોનિયા સલ્ફેડના પણ 650 ને બદલે 850 રૂપિયા કરાયા છે. આમ 30 થી 70 ટકા જેટલા ભાવ વધારાના પગલે ખેડૂતોની જાવક વધુ થઇ છે. આથી ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ બુધવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખાતરમાં થઈ રહેલા સતત ભાવ વધારાને પરત ખેંચવા તેમજ ખેડૂતો પર વધી રહેલું ભારણ અટકાવવા માટેની આવેદન પત્રમાં રજૂઆત કરી આંદોલનાત્મક કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...