નિર્ણય:ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ, ભારે પવનના કારણે લેવાયો નિર્ણય

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતો હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ તંત્ર દ્વારા ફેરી સર્વિસ બંધ કરાઈ
  • દર્શનાર્થીઓ બેટ દ્વારકાના દર્શન ન કરી શકતા ભક્તોમાં નિરાશા પણ જોવા મળી

યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનના કારણે બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે જેટી ઉપર ફેરી બોટ ઊભી ન રહી શકતી હોવાથી જીએમબી દ્વારા ફેરી બોટ સેવા હાલ પુરતી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યાત્રિકોની સલામતી માટે ફેરી બોટ હાલ પૂરતી સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. જોકે, આ સેવા બંધ થતા દર્શનાર્થીઓ બેટ દ્વારકાના દર્શન કરી શક્યા ન હતા. જેને લઈ દર્શનાર્થીઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી યાત્રિકો માટેની ફેરી બોટ સર્વિસ હાલ પુરતી બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે આ સેવાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતી માટે હાલમાં આ સેવા બંધ કરવામાં આવી છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દરિયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતો હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...