આત્મહત્યા:આર્થિક સંકડામણથી કંટાળીને યુવાને જીવન ટુંકાવી લીધું

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે લાશનો કબજો સંભાળી તપાસ શરૂ
  • લાખોટા તળાવમાં ઝંપલાવી મોત મીઠું કર્યુ

જામનગર શહેરની કિશાનચોકમાં રહેતા અને કોઇ કામધંધો ન કરતા આર્થિક સંકડામણથી કંટાળી યુવાને લાખોટા તળાવમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા પેાલીસે તેની લાશનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે. શહેરના લાખોટા તળાવમાં યુવાને ઝંપલાવતા આ બનાવના પગલે તળાવની પાળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં અને બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટુકડી દોડી ગઇ હતી અને તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો.

જામનગર શહેરની બાઇની વાડી, કિશાનચોક, આંબેડકર નગરમાં રહેતા વિનોદ રમેશભાઇ પરમાર (ઉ.વ.34) નામનો યુવાનને કોઇ કામધંધો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી જઇ રાત્રીના સમયે તળાવમાં ઝંપલાવી દેતા ડુબી જવાથીતેનું મૃત્યુ થયું હતું. પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે પરીવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી , લાખોટા તળાવમાં લાશ પડી હેાવાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...