દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરની જેટી પરની પ્રોટેકશન વોલના કામની ગુણવતાને લઈ સવાલો ઉઠ્યા છે. દીવાલનું કામ પૂર્ણ થાય તે પહેલા જ પથ્થરો નીકળવાની શરૂઆત થતા સવાલો ઉઠ્યા છે. જેટી પર અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ઓખા જેટી પરની પ્રોટેકશન વોલ ઠેર ઠેર તૂટવા લાગતા અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. ઓખાની જેટી પર અંદાજે દોઢ દાયકા પહેલા બનાવવામાં આવેલી આરસીસીની દિવાલ મજબૂત હોવા છતાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તાજેતરમાં જ આ દીવાલ તીડીને નવી પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આશ્રર્યની વાત તો એ છે કે આ પ્રોટકશન દિવાલ સીમેન્ટ, ક્રીકેટ અને લોખંડથી મજબુત બનાવવાની હોય છે, પરંતુ નવી બનાવવામાં આવેલી રહેલી પ્રોટકશન વોલમાં લાઈમસ્ટોનના પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ પ્રોટકશન વોલ એટલી હદે નબળી પૂરવાર થાય છે કે તેની કામગીરી પૂર્ણ થઈ નથી, ત્યાં જે અનેક સ્થળો પરથી પથ્થરો તૂટી જવા પામ્યા છે. જેના કારણે અહીં અકસ્માત સર્જાવાની ભીતિ સેવવામાં આવી રહી છે.
યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ઓખા જેટીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સતત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. એવામાં અહીં બની રહેલી પ્રોટેકશન વોલનું કામ નબળું થતું હોવાના આક્ષેપો થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.