વહેતા પાણીમાં કાર તણાઈ:કાલાવડના ખરેડીમાં કાર તણાતા પિતા-પુત્ર ફસાયા, ગામલોકોએ દોરડા વડે રેસ્ક્યૂં કર્યું

જામનગર2 મહિનો પહેલા
  • પિતા-પુત્રને ગ્રામલોકોએ સહિસલામત રીતે બહાર કાઢતા આબાદ બચાવ થયો

રાજ્યની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ મેઘમહેર થઈ રહી છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આજે ગ્રામ્ય વિસ્તારમાં અનાધાર વરસાદ પડ્યો છે. જેમાં કાલાવડ તાલુકાના ખરેડી ગામે એક કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન ખરેડી ગામમાં આવેલ બાપાસીતારામ ચોકમાં વધુ પાણી ભરાઈ જતા પાણીની વહેણમાં એક કાર તણાઈ હતી. જેથી ગામ લોકોએ દોરડા વડે કારને બહાર કાઢી હતી. તેમજ કારમાં સવાર પિતા-પુત્રનું પણ રેસ્ક્યૂ કરાયું હતું.

એક કલાકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો
કાલવડના ખરેડી ગામમાં એક કલાકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. આ વચ્ચે પાણીની વહેણમાં એક કાર તણાઈ આવી હતી. જેમાં બે લોકો સવાર હતા. આ ઘટનાની જાણ ગામલોકોને થતા લોકોએ દોરડા વડે કારને બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ કારચાલક ખરેડી ગામનો જ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કારમાં પિતા-પુત્ર સવાર હોય તેઓને ગામ લોકો સહિસલામત રીતે બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...