ન મકાન રહ્યું ન પુત્ર:જામનગરના અલીયામાં પિતાએ મકાન વેચીને જેલમાંથી પુત્રને છોડાવ્યો, ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનના બાકી રહેલા પૈસા પુત્ર વાપરી ન નાખે તે માટે લેવા જવાની ના પાડી હતી

જામનગર તાલુકાના અલીયા ગામે હબીબ નગર વિસ્તારમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેલમાં રહેલા પુત્રને પિતાએ મકાન વેચીને છોડાવી લીધા બાદ આ મકાનના બાકી રહેતા પૈસા લેવા જવાની પુત્રએ જીદ્દ કરતા પિતાએ ઠપકો આપ્યો હતો. જેને લઈને પુત્રને મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મકાન વેચી પુત્રને છોડાવ્યો
જામનગર પંથકમાં આપઘાતમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગર તાલુકાના આલિયા ગામે હબીબ નગરમાં પંકજ ભગવાનજીભાઈ સોઢાના મકાનમાં રહેતા બટુક ઉર્ફે જકાત હરજીભાઈ ઝિંઝુવાડીયા નામના 38 વર્ષ યુવાને ગઈકાલે સવારથી બપોર સુધીના ગાળા દરમિયાન પોતાના ઘરે છતની હુકમાં હીરની દોરી બાંધી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના વૃદ્ધ પિતા હરજીભાઈ ઝિંઝુવાડીયાએ જાણ કરતા પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરનો કાફલો અલિયા ગામે પહોંચ્યો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી પીએમ બીજી પાર પાડી હતી. આ બનાવ અંગે હરજીભાઈએ પોલીસમાં નિવેદન આપ્યું હતું.

પુત્રએ આત્મહત્યા કરતા પિતા પર આભ ફાટી પડ્યું
એકાદ મહિના પહેલા જેલમાં રહેલા પુત્રને છોડાવવા માટે પિતાએ પોતાનું મકાન વેચી દીધું હતું. મકાનના જે પૈસા આવ્યા તેમાંથી પુત્રને છોડાવી જેલમાંથી બહાર કાઢ્યો હતો. આ મકાનના થોડા પૈસા બાકી હોય છે પૈસા લેવા જવા માટે જેલમાંથી બહાર આવેલા પુત્ર બટુકે પિતાને કહ્યું હતું, પરંતુ પિતાએ પૈસા લેવા જવું નથી, તું પૈસા વાપરી નાખીશ એમ કહેતા બટુકને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો. ઉપરોક્ત વિગતો હરજીભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદનમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...