જામનગરમાં કેતન સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના વયોવૃદ્ધ સસરા સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવાયા પછી પોલીસે સસરાની ધરપકડ કરી લીધી છે અને તેને જેલમાં ધકેલી દેવાયો છે. પુત્ર ભરણપોષણના કેસમાં એક વર્ષથી લાપતા બન્યા પછી સસરાએ પુત્રવધુ ઉપર નજર બગાડી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સ્વસ્તિક સોસાયટી નજીક કેતન સોસાયટીમાં રહેતી 40 વર્ષીય એક પરણીત મહિલાએ પોતાના ઉપર છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ વખત દુષ્કર્મ ગુજારવાના અંગે પોતાના 64 વર્ષીય સસરા કિરીટભાઈ કાનજીભાઈ ખેતાણી સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસે આરોપી કિરીટ ખેતાણીની અટકાયત કરી લઇ તેના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર પછી તેની ધરપકડ કરી લઈ અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે. આ બનાવે શહેરભરમાં સારી એવી ચકચાર જગાવી છે તેમજ ચર્ચાના ચાંકડે ચડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.