પિતા-પુત્રના મોત:જામનગરના મચ્છુ બેરાજા ગામે જીવતો વીજ વાયર માથે પડતાં પિતા-પુત્રના મોત, પરિવારમાં શોકનું મોજું

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર વાડીએ મોટર બંધ કરવા જતો હતો ત્યારે કરંટ લાગ્યો
  • પુત્રને બચાવવા જતાં પિતાનું પણ મોત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામે ગઈકાલે બપોરે પોતાની વાડીએ પિતા-પુત્રને ઇલેક્ટ્રિક કંપનીના તૂટેલ જીવંત વીજ તારમાંથી જોરદાર કરંટ લાગતા પિતા-પુત્રના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા છે. આ બનાવના પગલે દલવાડી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લાલપુર તાલુકા મથકથી 28 કિમી દુર આવેલા મચ્છુ બેરાજા ગામે ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું જ્યારે સતવારા પરિવારના પિતા પુત્રના એક સાથે જ મૃત્યુ નીપજયા. જેની વિગત મુજબ નીરવ પ્રકાશભાઈ પરમાર નામનો સગીર પોતાની વાડીએ મોટર બંધ કરવા જતો હતો, ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી જીવંત તાર તૂટી તેની પર પડ્યો હતો.

જીવંત વીજ તાર માથે પડતા બાળકને જોરદાર સોક લાગ્યો હતો. જેને લઈને નજીકમાં જ કામ કરતા તેના પિતા પ્રકાસભાઈ ભવાનભાઈ પરમાર દોડી ગયા હતા. જેમાં તેઓ પણ વીજ શોકનો ભોગ બની ગયા હતા.

જીવંત વીજ પ્રવાહમાં સપડાયેલા પિતા-પુત્ર પોતાનો બચાવ ન કરી શક્યા અને બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા હતા. આ બનાવના પગલે સતવારા પરિવાર સહિત નાના એવા ગામમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...