જામનગરના ધુડશીયા ગામના એક વેપારી પાસેથી સુરેન્દ્રનગરના પિતા-પુત્રએ ઉધારમાં તેલના 200 ડબ્બા મેળવ્યા પછી તેની રૂપિયા 5.50 લાખની રકમ ચૂકવી ન હતી. જેથી પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર તાલુકાના મેડી ગામમાં રહેતા અને ધુડશીયા ગામમાં તેલનો વ્યવસાય કરતા દયાળજીભાઈ મોહનભાઈ ભીમાણી નામના આસામી પાસેથી સુરેન્દ્રનગરના ક્રિશ જગદીશભાઈ તેમજ જગદીશભાઈ ચૌહાણ નામના પિતા-પુત્રએ ગયા મહિનામાં તેલના 200 ડબ્બા ખરીદ્યા હતા. આ સોદામાં પિતા-પુત્રએ તેલના રૂ.5,49,990 ની રકમ ચૂકવવાની બાકી હતી. તેની ઉઘરાણી કરવા છતાં દયાળજીભાઈને રકમ ચૂકવવાને બદલે ઠેંગો બતાવાતા તેઓએ વિશ્વાસઘાત-છેતરપિંડી કરવા અંગે ક્રિશ ચૌહાણ તથા જગદીશભાઈ ચૌહાણ સામે પંચકોશી-એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.