હુમલો:જામનગરમાં મામા-ભાણેજ પર પિતા અને પુત્રનો હુમલો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાણેજ યુવતી બહેન સાથે હતી ત્યારે પાડોશી આરોપીએ પોત પ્રકાશ્યું

જામનગરમાં મામા-ભાણેજને માર માર્યાની ફરિયાદ પિતા-પુત્ર સામે નોંધાવાઈ છે.જામનગરમાં મારુતિનગર પોલીસ હેડ કર્વાટર પાછળ રહેતા પુજાબા મહિપતસિંહ રાઠોડ અને તેની નાની બેન ઘરે એકલા હતા ત્યારે પાડોશી દિગ્વિજયસિંહ રેવતુભા જાડેજા ત્યાં આવી ચડ્યો હતો અને વાણી વિલાસ આચાર્યો હતો.

જેથી તેણીએ તેના મામા સૈલેન્દ્રસિંહને ફોન કરી બોલાવી લીધા હતા. તેણીના મામાએ સ્થળ પર પહોંચી વાણી વિલાસ આચરતા સખ્સને સમજાવવાનો પ્રયાસ કરતા તે અને તેના પિતા રેવતુભા ભુરૂભા જાડેજા ઉસ્કેરાઈ ગયા હતા અને ઢીકા પાટુંનો માર મારી ધમકી આપી હતી. આ બનાવની તેણીએ બન્ને શખસો સામે સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...