તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દિગ્જામ સર્કલ પાસે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગમાં આંતરીને 3 અજાણ્યા શખસો તૂટી પડ્યા, હુમલાખોરોની શોધખોળ

જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે 18 વર્ષના યુવાન પર 3 શખસોએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા તેને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ યુવાનની ફરિયાદ પરથી હુમલાખોરોને શોધી રહી છે. શહેરના દિગ્જામ સર્કલ પાસે શુક્રવારે બપોરના સુમારે શંકરટેકરીમાં રહેતા સુમિત જયસુખભાઈ ખીમસૂર્યા (ઉ.વ.18) નામનો યુવાન જતો હતો.

ત્યારે તેને 3 અજાણ્યા શખસોએ આંતરીને છરી વડે હુમલો કરી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને અજાણ્યા શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની શોધ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...