જામનગરના રામેશ્વરનગર પાસે શુક્રવારે 5 શખસોએ એક યુવાનને ફોન કરીને મળવા માટે બોલાવ્યા પછી તું કોઈના ઘર પાસે ગાળો બોલીને આવ્યો છો તેમ કહી અગાઉથી ઘડી કાઢેલા કાવતરા મુજબ આ યુવાન પર છરી વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તના ભાઈની ફરિયાદ પરથી રાયોટીંગ, હત્યાપ્રયાસ, કાવતરૂ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રામેશ્વરનગર ૫ાછળ આવેલા માટેલચોકમાં રહેતા દિવ્યરાજસિંહ નવલસિંહ પરમાર નામના યુવાનના નાનાભાઈ શુક્વારે રાત્રે રામેશ્વરનગરમાં એક હોટલ પાસે ઉભા હતા ત્યારે ત્યાં ધસી આવેલા મચ્છરનગરવાળા હરદીપસિંહ સહદેવસિંહ સોઢા ઉર્ફે ડકો, રાંદલનગરવાળા માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, નાગરાજસિંહ વાળા, રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તથા ઈન્દ્રજિતસિંહ જાડેજા નામના શખસો ધસી આવ્યા હતા. આ શખસોએ દિવ્ય રાજસિંહના નાનાભાઈ ધનરાજસિંહને તું કોઈના ઘર પાસે ગાળો બોલ્યો છો તેમ કહી ફોન કરીને બોલાવ્યા પછી અગાઉથી તૈયાર રાખેલી છરી વડે હુમલો કરી ઢીકાપાટુ વરસાવ્યા હતા.
હુમલામાં આ યુવાનને પેટમાં ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી આજે વ્હેલી સવારે દિવ્યરાજસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 307, 323, 120(બી), 143, 147, 148, 149, 504, જી. પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.