• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Farmers Reached The Office Of The Power Company And Sent A Letter Demanding To Provide Sufficient Electricity For Agriculture In Jamnagar Village.

રજૂઆત:જામનગર ગ્રામ્યમાં ખેતીમાં પૂરતી વીજળી આપવાની માગ સાથે ખેડૂતોએ વીજકંપનીની કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા ખેડૂતો સાથે રાખીને વીજ કંપનીને કરી રજૂઆત અને ઉગ્ર સુત્રોચાર કર્યા

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફીએ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના મુરઝાતા પાકને બચાવવા માટે તાકિદે પુરતા પ્રમાણમાં વિજળી આપવા માગણી કરી છે. ખેડૂતોને સાથે રાખી તેમણે આ અંગે વીજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી આઠ કલાક સતત વીજળી આપવા જણાવ્યું છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ઉભી થયેલી પિયતની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાપ્ત વીજળી ઉપલબ્ધ ન હોય, ખેડૂતોની હાલત કફોડી બની છે. કટકે-કટકે આવતી વીજળીના કારણે પુરતા પ્રમાણમાં પાણી પંપીંગ નહીં શકતાં ખેતરમાં પાણી પાહોંચાડી શકાતું નથી. જેને કારણે ખેડૂતોનો પાક બળી જવાની દહેશત ઉભી થઇ છે. આવી સ્થિતિમાં પાક બચાવવા માટે ખેડૂતોને સતત આઠ કલાક વીજળી મળે તે જરૂરી છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે. ખેડૂતોએ વીજળીની માગ કરતાં પોસ્ટરો સાથે વીજ કંપનીએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...