તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જબરદસ્તીનો આક્ષેપ:દ્વારકા પંથકમાં વીજપોલ ઉભા કરતી કંપની સામે ખેડૂતોમાં ભારે આક્રોશ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ યોગા કરી વિરોધ વ્યક્ત કર્યો. - Divya Bhaskar
ખેડૂતોએ યોગા કરી વિરોધ વ્યક્ત કર્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના ગ્રામ્ય પંથકના જુદા-જુદા વિસ્તારોમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી અંગે જબરદસ્તીનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ મુદ્દે ભાટ ગામ બાદ તરઘડી ગામે યોજાયેલી બેઠકમાં ખેડૂતો એકત્રિત થઈ લડતનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તરઘડી ખાતે બેઠકમાં મોટી સંખ્યામાં એકત્રિત ખેડૂતોએ લડત માટે યોગા દ્વારા પોતાની જાતને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરી હતી.

દ્વારકાના ભટ્ટગામથી કચ્છના ભચાઉ લકડીયા સુધી જતી વીજ લાઈનમાં ભટ્ટગામથી ખાનગી કંપની સુધી JKTL નામની કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે, કંપનીએ બધા જ નિયમો નેવે મૂકી ખેડૂતોની છાતી ઉપર વીજ પોલ ઉભા કરી દીધાનો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

ઉભા પાકમાં જેસીબી ટ્રેકટર ચલાવી પાક, જમીનને નુકશાન, ખેડૂતોને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર, જમીન માપણીની ભૂલોના કારણે નોટિસ બીજાને અને પોલ બીજાના ખેતરમાં ઉભા કરી દીધાની ઘટના બની હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ભટ્ટ ગામ બાદ 29-6-2021ના રોજ તરઘડીના પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રીત થઈ આ ખાનગી કંપની સામે લડત કરવાનું નક્કી કર્યું છે. ખેડૂતોએ કંપની સામે લડવા માટે યોગા કરી પોતાની જાતને શારિરીક અને માનસિક રીતે મજબૂત કરી હતી. આવનારા દિવસોમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનોને આ લડતમાં જોડવા હાકલ કરવામાં આવશે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોએ લડત કરવાનો આજની મિટિંગમાં નીર્ધાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...