ખેડૂતોમાં ખુશીની લહેર:જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસી ભરેલા ટ્રકો લઇ વેચવા પહોંચ્યા, મગફળી અને કપાસના સારા ભાવ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં જણસી ભરેલા ટ્રકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખેડૂતો પોતાનો માલ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ કાલાવડ પહોંચ્યા હતા. જામનગર હાઇવે પર આવેલા આ માર્કેટિંગ યાર્ડમાં જણસી લઇ ખેડૂતો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ પહોંચ્યા હતા.

ખેડૂતોને મગફળી અને કપાસના સારા ભાવ
કાલાવડ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને મગફળી અને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતોને ઘર આંગણે જ સારા ભાવ મળવાથી તેમનામાં ખુશીની લહેર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...