ધીંગી આવક:ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો નિરસ

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 1500થી 2000 ગુણીની આવક થઈ રહી છે
  • 400 ​​​​​​​ખેડૂતોને બોલાવાયા, 45એ ખેડૂતે વેચી

દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતુ અને સારા વરસાદને કારણે ઉત્પાદન સારું થયું છે.ખેડૂતોનો મગફળીનો પાક ખંભાળીયા યાર્ડમાં લાભ પાંચમ પછી દરરોજ પંદરસોથી બે હજાર ગુણીની આવક થઇ રહી છે.જેનો 850 થી 1050 જેટલો ભાવ ઉપજી રહ્યો છે.

ખંભાળીયા યાર્ડમાં ગત તા.9થી એક મણના ટેકાના રૂ. 1110ના ભાવથી ખરીદી શરૂ થઈ છે તેમાં દરરોજ એકસો ખેડૂતોને બોલાવામાં આવી રહ્યા છે. ચાર દિવસમાં ચારસો ખેડુતો બોલાવામાં આવ્યા હતાં તેની સામે માત્ર 45 ખેડૂતોએ મગફળી વેચાણ અર્થે આવ્યા હતા અમુક ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વેપારી દલાલો દ્વારા ઘર બેઠા ખરીદી કરી લેતા હોવાને કારણે માલ લઈ આવવાનું મજૂરી ખર્ચ બચે છે તેમજ વેચાણ માલની રકમ વહેલી તકે મળી જતી હોય છે.

ત્યારે ખેડૂતો આર્થિક જરૂરિયાતને કારણે પણ યાર્ડમાં માલ વેંચાણ કરી રહ્યા હોય છે. તેની સામે સરકારી ટેકાના ભાવે વેંચાણ માટે વારાના ઇંતજાર સાથે ખરીદ કેન્દ્રો પર લાઇનમાં ઉભવું અને વહેંચાણ થઈ ગયા બાદ રૂપિયા ખાતામાં મોડા થતા હોવાને કારણે ખેડૂતો યાર્ડમાં, વેપારીઓ, દલાલો અને મિલરો પાસે વહેંચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...