કરુણાંતિકા:વાગુદડ પાસે ચાલુ વરસાદે બાઈક સ્લીપ થઈ જતાં ખેડૂત પ્રૌઢનું મૃત્યુ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રમિકની પુત્રીની તબીયત બગડતા હોસ્પિટલથી પરત ફરતા બનાવ

ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક મોટા વાગુદળ ગામના 55 વર્ષના ખેડૂતનું હેમરાજ સહિતની ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. ધ્રોલ તાલુકાના વાગુદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ચંદુભાઈ કાનજીભાઈ ગડારા નામના 55 વર્ષના ખેડૂત, કે જેઓ પોતાની વાડીમાં જ કામ કરતા સુનિલભાઈ નામના શ્રમિકની ચાર વર્ષની પુત્રીની તબિયત લથડી હોવાથી સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલે ગયા હતા, જ્યાં સારવાર કરાવ્યા પછી તેઓ પોતાનું મોટરસાયકલ લઈને વાગુદડ ગામે પરત ફરી રહ્યા હતા.

જે દરમિયાન રાત્રિના નવે વાગ્યાના સમયે ચાલુ વરસાદના કારણે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને માથામાં હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાના કારણે બેશુદ્ધ બન્યા હતા. જેઓને પાછળ બીજા બાઇકમાં આવી રહેલા શ્રમિક સુનિલભાઈએ તરત જ પોતાનું બાઈક થંભાવી ઇજાગ્રસ્ત બનેલા ચંદુભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પરંતુ ત્યાં તેઓનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો અને ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. રાઠોડએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...