તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાનું પુનરાગમન:લાલપુરના મોટા ખડબા સીમમાં વીજળી પડતા ખેત શ્રમિકનું મોત

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે સમયાંતરે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.જેમાં બપોર સુધી પંદર મીમી પાણી વરસ્યુ હતુ. - Divya Bhaskar
ખંભાળિયામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે સમયાંતરે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.જેમાં બપોર સુધી પંદર મીમી પાણી વરસ્યુ હતુ.
  • હાલારમાં લાંબા વિરામ બાદ 4 તાલુકા પંથકમાં હળવો વરસાદ
  • બે બળદે પણ આકાશી કહેરમાં જીવ ગુમાવ્યા, કાલાવડ-ભાણવડમાં પોણો, ખંભાળિયા-જામજોધપુરમાં અડધો ઈંચ

જામનગર સહિત હાલારમાં શનિવારે અષાઢ માસના આરંભ પુર્વે મેધરાજાએ પુનરાગમન કર્યુ છે જેમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા અને ભાણવડ પંથકમાં અડધાથી પોણો ઇંચ સુધીનો વરસાદ મોડી સાંજ સુધીમાં વરસ્યો હતો.લાલપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટાઓ વચ્ચે મોટા ખડબા સીમમાં વિજળી પડતા ભાગ્યુ વાવતા ખેત શ્રમિકે જીવ ગુમાવ્યો હતો.જયારે બે બળદનો પણ ભોગ લેવાયો હતો.જામનગર-દ્વારકા જિલ્લાના અમુક સ્થળોએ ગત જુન માસના બીજા પખવાડીયા દરમિયાન હળવો ભારે વરસાદ પડયો હતો.

જોકે, ત્રણેક સપ્તાહથી મેધરાજાએ વિરામ લીધો હતો જે બાદ અષાઢ માસના આરંભ પુર્વે શનિવારે ચાર તાલુકામાં મેઘ કૃપા વરસી હતી.જયારે લાલપુરના મોટા ખડબા સીમમાં ભારે વરસાદી ઝાપટાઓ વચ્ચે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આકાશી વિજળી પડતા ભાગ્યુ વાવતા ખેત શ્રમિક નારૂભાઇ મેઘજીભાઇ જેપારએ જીવ ગુમાવ્યો હતો.

જયારે આકાશી કહેરએ બે બળદનો ભોગ લીઘો હતો. જયારે ભાણવડ પંથકમાં અસહ્ય ઉકળાટ-બફારા બાદ બપોરે મેઘરાજા મંડાયા હતા. બે કલાક સુધીમાં વરસાદે 16 મીમી પાણી વરસાવ્યુ હતુ.કાલાવડમાં બપોરે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. લગભગ બે કલાક સુધી અવિરત હળવા વરસાદે વધુ 16 મીમી પાણી ઠાલવી દિધુ હતુ.જયારે જામજોધપુરમાં પણ વરસાદે ફરીથી પુનરાગમન કરતા સાંજ સુધીમાં અડધોક ઇંચ પાણી પડયું હતું.

જામજોધપુર ગ્રામ્યમાં અડધાથી એક ઇંચ વરસાદ
જામજોધપુરમાં બપોરથી સાંજ સુધીમાં 11 મીમી પાણી વરસ્યું હતુ.જયારે સીદસર, ધ્રાફા, બુટાવદર, સંધ ચિરોડા પંથકમાં પણ વરસાદે અડધાથી એકાદ ઇંચ સુધી પાણી વરસાવ્યુ હોવાના વાવડ મળ્યા છે. નિકાવામાં શનિવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...