તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધ્રોલ નજીક 2 બાઈકની ટક્કરમાં ખેતમજૂરનું મોત

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હમાપર ગામ નજીકનો મોડી રાત્રિનો બનાવ
  • અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ

જામનગર નજીકના રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ તાલુકાના રોજીયા ગામ પાસે અજાણ્યા મોટરસાયકલની ઠોકર મારતા અન્ય મોટરસાયકલ ચાલકનું ગંભીર ઇજા પહોંચતા કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

જામનગર-રાજકોટધોરી માર્ગ પર આવેલ ધ્રોલ ગામ નજીક રોજીયા ગામથી હમાપર ગામ જવાના રસ્તા પર એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે સામેથી આવી રહેલા મોટરસાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.

આ અકસ્માતના બનાવમાં ધ્રોલ તાલુકાના રોજીયા ગામે દેવાભાઇ કરણાભાઇ બાંભવાની વાડીમાં ખેતમજૂરી કરી રહેલા ખેતમજૂર-મોટરસાયકલ ચાલક મુકેશભાઇ ભલાભાઇ મોહનીયાને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે મૃતકના પત્ની સરલાબેનની ફરિયાદ નોંધી હતી. જેમા અજાણ્યા મોટરસાયકલ ચાલકે પૂર ઝડપે બાઇક ચલાવી અકસ્માત નિપજાવી નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે આ ફરિયાદના આધારે મોટરસાયકલ ચાલક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...