ઇનામ વિતરણ:ભોપલકા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના છાત્રોનો વિદાય કાર્યક્રમ યોજાયો

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના નિવૃત ફૌજી દ્વારા સાયકલ આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા

ભોપલકા પ્રાથમિક શાળામાં ધો. 8નાં બાળકોનો વિદાય સમારંભ અને ધોરણ 1 થી 5 તેમ જ 6 થી 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભોપલકા શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં ગામના નિવૃત ફૌજી રાજેન્દ્રસિંહ દ્વારા સાયકલ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષકો દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. શિક્ષકોના આયોજન અને ગ્રામજનોના સાથ સહકાર વડે કાર્યક્રમ ખુબ જ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...