જામનગરનો શેતાન સાધુ:જે પરિવારે આશરો આપ્યો તેમની જ દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને અમદાવાદથી ઝડપી યુવતીને છોડાવી

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ શખસે સગીરાને જૂનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ જઇ બળાત્કાર ગુર્જાયો હોવાની વિગતો સામે આવી
  • પોલીસે આરોપીને સાથે રાખી છેક રાજસ્થાન સુધી તપાસ લંબાવી
  • કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો

જામનગર જિલ્લાના એક ગામમાં જે પરિવારે આશરો આપ્યો હતો તેની દીકરીનું અપહરણ કરી સાધુના વેશમાં સેતાન બનેલા શખસને પંચકોશી પોલીસે પકડી પાડી પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે. આ શખસે સગીરાને જૂનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ જઇ બળાત્કાર ગુર્જાયો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આરોપીને સાથે રાખી છેક રાજસ્થાન સુધી તપાસ લંબાવી છે.

વિધિ કરવાના નામે 6 મહિનાથી આ શખસ પરિવાર સાથે રહેતો હતો. આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારના ઘરે એક સાધુ અધ્યાત્મના નામે અવારનવાર આવજા કરતો હતો. ભોળા પરિવારના ભોળપણનો ફાયદો ઉઠાવી આ શખસે પિતૃ નડતર વિધિ કરવી પડશે, એમ કહી પરિવારને વિધિ કરવાનું કહ્યું હતું અને છેલ્લા છ માસથી અહીં જ રહેતો હતો. દરમિયાન આ સાધુએ પરિવારની યુવાન પુત્રી પર નજર બગાડી હતી અને એક દિવસ એકલતાનો લાભ લઇ, તાંત્રિક વિધિ કરી પરિવારને પતાવી દેવાની ધાકધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આ નરાધમે જે-તે પરિવારની આબરૂની નિલામી કરવાની ધાકધમકીઓ આપી તાજેતરમાં 19 વર્ષીય આ યુવતીને પરાણે પોતાની સાથે લઇ ગયો હતો.

અમદાવાદથી આરોપીને ઝડપી લીધો હતો

પોતાની પુત્રી અને સાધુના વેશમાં શેતાન જોવા મળતાં પરિવારે પોલીસનો સહારો લીધો હતો, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. એમાં સાધુના વેશમાં સાથે રહેતા અને પુત્રીને ભગાડી ગયેલા જિતેન્દ્ર ઉર્ફે જિતુગિરિ ઉર્ફે મેન્ટલગિરિ પૃથ્વીસિંહ પરમારનું લોકેશન મેળવવા પ્રયાસો કર્યા હતા. એમાં આ શખસનું લોકેશન નરોડા પાટિયા મળ્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ અમદાવાદ પહોંચી આરોપીને દબોચી લીધો હતો અને યુવતીને છોડાવી પરત લઇ આવ્યા હતા.

પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો

જામનગરથી અપહરણ કરીને આરોપી યુવતીને જૂનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ ગયો હતો અને આ સ્થળોએ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેનું મેડિકલ કરાવી આરોપી સામે અપહરણ અને દુષ્કર્મ સંબંધે ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. પોલીસે આરોપીને સાથે રાખી રાજસ્થાન તરફ તપાસ લંબાવી છે.

અન્ય સમાચારો પણ છે...