સહાનૂભૂતિ:જામનગરની ફિઝિયોથેરાપી કોલેજ રેગિંગ પ્રકરણમાં વિદ્યાર્થીઓનું રૂબરૂ કાઉન્સેલિંગ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્ટેલમાં દરરોજ સ્થિતિનો મેળવવામાં આવે છે તાગ તેમજ સિકયુરિટીનું ચેકિંગ

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના સામૂહિક રેગિંગ પ્રકરણમાં કમિટી દ્વારા દોષિત છાત્રો સામે આકરા પગલા લેવાયા છે અને કરી રેગીંગનો મામલો ન બને તે માટે સિક્યુરીટી દ્વારા રાત્રીના રાઉન્ડ મારવામાં આવે છે તેમજ કમિટી દ્વારા વિધાર્થીઓનું રૂબરૂ કાઉન્સીલીંગ કરવામાં આવે છે.

જામનગરની જુની પોલીસ લાઈન પાછળ આવેલી સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને બોયઝ હોસ્ટેલમાં રહેતા 28 છાત્રો સાથે ત્રીજા અને ચોથા વર્ષના 15 છાત્રો દ્વારા રેગીંગ થતું હોવાની પ્રિન્સીપાલને લેખિતમાં ફરિયાદ કરાયા બાદ કોલેજના પ્રિન્સીપાલ ડો. દિનેશભાઈ સોરાણીએ તાત્કાલિક એન્ટી રેગીંગ કમિટીની બેઠક બોલાવી હતી અને તપાસ સમિતિ બનાવી રેગીંગની ફરિયાદ કરનાર અને જેની સામે ફરિયાદ છે તે તમામ 43 છાત્રોના નિવેદનો લેવાયા હતાં.

કમિટીને સોંપાયા બાદ પ્રિન્સીપાલ, એસ.ડી.એમ., સીટી બી પીઆઈ સહિતની બેઠક મળી હતી. જેમાં ત્રીજા અને ચોથા વર્ષના પંદરેય છાત્રોને દોષિત માનવમાં આવ્યા હતાં અને તમામ દોષિતોના પરિણામ એક વર્ષ માટે અનામત રાખાશે. જેમાંથી 6 છાત્રોને હોસ્ટેલમાંથી એડમીશન કાયમી માટે રદ કરાયા છે. 9 છાત્રોને એક વર્ષ માટે કોલેજમાં પરીક્ષા નહીં આપવા માટે સસ્પેન્ડ તેમજ કોલેજ તરફથી કોઈ સ્પર્ધામાં ભાગ ન લ શકવાના હુકમો છાત્રોને રૂબરૂ અપ્યા હતાં.

ફરી આ રેગીગનો બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને હોસ્ટેલમાં રાત્રીના પણ સિક્યુરીટી દ્વારા રાઉન્ડ મારવામાં આવે છે. તેમજ કમિટી દ્વારા રેગીંગનો ભોગ બનેલા છાત્રોનું દર બીજા દિવસે રૂબરૂમાં પુછપરછ કરવામાં આવે છે તેમ પ્રિન્સીપાલએ જણાવ્યું છે. આ ઉપરાંત દોષિત છાત્રોના પેરેન્ટસનો પણ સંપર્ક કર્યો કરી કાઉન્સેલીંગ કરાયું હતું. જેમાં પોતાના પુત્રોને થયેલી સજામાં સહમત થયા હતાં. દોષિત છાત્રોના પેરેન્ટસના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...