અગનવર્ષા:મહત્તમ તાપમાન પુન: 39.2 ડિગ્રીએ પહોંચતા તીવ્ર ગરમી, ભેજ ઘટતા અસહ્ય બફારામાં આંશિક રાહત

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગનવર્ષા થતાં શહેરીજનો આકુળ-વ્યાકુળ

જામનગરમાં શુક્રવારે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. શહેરમાં સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન 1.4 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રીએ પહોંચતા લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થતાં લોકો આકુળ-વ્યાકુળ થઇ ગયા હતાં. નહીંવત વધીને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું.જામનર શહેરમાં શુક્રવારે પુન: મહતમ તાપમાનમાં પારો 39 ડિગ્રીને પાર કરી જતા નભમાંથી જાણે અંગારા વરસી રહ્યા હોય તેવા આકરા તાપની અનુભૂતિ લોકોએ કરી હતી.

જેમાં બપોરના સમયે આકરા તાપ અને અસહ્ય ગરમીથી લોકો આકુળ-વ્યાકુળ થઈ ગયા હતાં. તેજ ગતિએ ફરતા પંખા પણ લોકોને ગરમીમાંથી રાહત આપવામાં નિષ્ફળ સાબિત થયા હતાં. સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા રહ્યું હતું. શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 30 થી 35 કિમી રહેવા પામી હતી. આમ ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં લોકોએ અસહ્ય બફારામાં આંશિક રાહતનો અનુભવ કર્યો હતો. આમ દિવસ દરમિયાન આકરા તાપના લીધે રોડ-રસ્તા સૂમસામ બની ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...