તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Extra Buses Will Run On 194 Routes Including Dwarka, Morbi, Porbandar, Special Planning Of Jamnagar Division On The Occasion Of Janmashtami

સુવિધા:દ્વારકા, મોરબી, પોરબંદર સહિત 194 રૂટ પર એકસ્ટ્રા બસો દોડશે, જન્માષ્ટમી પર્વ નિમિત્તે જામનગર ડિવિઝનનું વિશેષ આયોજન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ, સોમનાથ અને અમદાવાદના રૂટનો પણ સમાવેશ

જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને મુસાફરોને આવાન જાવનમાં સારી સુવિધા મળે અને કોઇ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરાયું છે. જેમાં જામનગર ડિવિઝનના જામનગર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોલ અને જામજોધપુર એસ.ટી. ડેપો ઉપરથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે. જામનગર એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને તહેવારોમાં સારી સુવિધા મળે તે માટેનું આયેાજન કરાયું છે. જેમાં જન્માષ્ટમી તહેવારને લઇને તા. 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જુદા-જુદા રૂટો પર 194 એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

જેમાં તા. 27થી જામનગર ડેપોથી દ્વારકા, રાજકો ટ, મોરબી, સોમનાથ તથા ખંભાળિયાથી જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને દ્વારકાથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ તથા ધ્રોલથી રાજકોટ, દ્વારકા અને જામજોધપુરથી રાજકોટ, જુનાગઢ જશે તથા તા. 28ના જામનગર ડેપોથી દ્વારકા, રાજકો ટ, મોરબી, સોમનાથ તથા ખંભાળિયાથી જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને દ્વારકાથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ તથા ધ્રોલથી રાજકોટ, દ્વારકા અને જામજોધપુરથી રાજકોટ, જુનાગઢ જશે.

તા. 29ના જામનગર ડેપોથી દ્વારકા, રાજકોટ, મોરબી, સોમનાથ તથા ખંભાળિયાથી જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને દ્વારકાથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ તથા ધ્રોલથી રાજકોટ, દ્વારકા અને જામજોધપુરથી રાજકોટ, જુનાગઢ જશે.

તા. 30ના જામનગર ડેપોથી દ્વારકા, રાજકોટ, મોરબી, સોમનાથ, પોરબંદર તથા ખંભાળિયાથી જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને દ્વારકા ડેપોથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ તથા ધ્રોલ ડેપોથી રાજકોટ, દ્વારકા, જુનાગઢ અને જામજોધપુર ડેપોથી રાજકોટ, જુનાગઢ, દ્વારકા, અમદાવાદ જશે.

તા. 31ના જામનગર ડેપોથી દ્વારકા, રાજકોટ, મોરબી, સોમનાથ, પોરબંદર તથા ખંભાળિયાથી જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને દ્વારકા ડેપોથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ તથા ધ્રોલ ડેપોથી રાજકોટ, દ્વારકા, જુનાગઢ અને જામજોધપુર ડેપોથી રાજકોટ, જુનાગઢ, દ્વારકા, અમદાવાદ જશે.

તા. 1 સપ્ટેમ્બરના જામનગર ડેપોથી દ્વારકા, રાજકોટ, મોરબી, સોમનાથ, પોરબંદર તથા ખંભાળિયાથી જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને દ્વારકા ડેપોથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ તથા ધ્રોલ ડેપોથી રાજકોટ, દ્વારકા, જુનાગઢ અને જામજોધપુર ડેપોથી રાજકોટ, જુનાગઢ, દ્વારકા, અમદાવાદ જશે. આમ જામનગર, જામજોધપુર, ધ્રોલ, ખંભાળિયા, દ્વારકા ડેપોથી 50 કે તેથ ી વધુ મુસાફરો કોઇપણ સ્થળે જવા માંગશે તો એકસ્ટ્રા બસ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...