પ્રતિસાદ:જામનગર શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને બહોળો પ્રતિસાદ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાર બુથો પર સવારથી લોકોએ નામ ઉમેરવા આવ્યા
  • ​​​​​​​નામ જોવા, સુધારો કરવા અને ઉમેરો કરવા લાઇનો લાગી

જામનગર શહેરના તમામ મતદાન મથકો પર રવિવારે સવારથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાનું નામ મતદાર યાદીમાં છેકે, તે જાણ્યું તેમજ સુધારા વધારા પણ કરાવામાં આવ્યા હતાં, હજુ પણ આવતા રવિવારે આ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જામનગર શહેરના 79-વિદ્યાનસભા ક્ષેત્રના મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરના તમામ વિસ્તારમાં આવેલા મતદાર મથકો પર બુથ લેવલ ઓફિસરો રવિવારે સવારથી બેસાડવામાં આવ્યા હતાં, જેઓએ લોકોને પોતાનું નામ મતદાર યાદીમાં છેકે, નહી તે ચકાસવા તેમજ નવા નામ ઉમેરવા અને સુધારા કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આવતા રવિવારે પણ આ જ મુજબ કાર્યક્મ રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં ખરાઇ કરી શકે. તંત્ર દ્વારા આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે અને તંત્ર દ્વારા દર રવિવારે અા કાર્યક્રમો એક મહિનો શરૂ રાખવામાં આવશે અને શહેરીજનોને મતદાર યાદી સુધારણામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...