જામનગરના બ્રાસપાર્ટના એક્સપોર્ટનું વેપારીને રૂ.14 લાખના ચેક પરતના કેસમાં અદાલતે 1 વર્ષની કેદની સજા અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. જામનગરની નિરવ ઈન્ટરનેશનલ નામની પેઢીના માલિક લલીતભાઈ કાંતિલાલ ફોફરીયાએ સંબંધદાવે વિપુલભાઈ કાંતિલાલ દુદાણી પાસેથી રૂ.14 લાખ હાથઉછીના લીધા હતા. તે રકમની લેતીદેતી વખતે સમજુતીનો નોટરાઈઝડ કરાર કરવામાં આવ્યો હતો અને લલીતભાઈએ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા વિપુલભાઈએ નોટીસ પાઠવી હતી. તેમ છતાં રકમ ચૂકવવામાં ન આવતા અદાલતમાં લલીતભાઈ સામે ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂ.14 લાખ વળતર પેટે ચૂકવી આપવાનો આરોપીને હુકમ કર્યો છે.
શહેરના ચાંદી બજારમાં રહેતા ચિરાગ રાજેશભાઈ ઠક્કરે પોતાના મિત્ર દિનેશ વિજયભાઈ ત્રવાડી પાસેથી રૂ.4 લાખ અને રૂ.2.10 લાખની રકમ હાથ ઉછીની મેળવી ચેક આપ્યા હતાં. આ બંને ચેક બેંકમાંથી પરત ફરતા દિનેશભાઈએ નોટીસ પાઠવી હતી. આમ છતાં નાણાં ન ચૂકવતા દિનેશભાઇએ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી ચિરાગ ઠકકરને તક્સીરવાન ઠરાવી ત્રણ મહિના અને 1 એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.