કાર્યક્રમ:જામનગરમાં વીઝન કલબ દ્વારા પ્રદર્શન, પારણા હરિફાઇ યોજાઇ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેસ્ટ સ્માઇલ, કપલ અને વાળ માટે ઇનામ અપાયા
  • મહિલા સંસ્થાના ​​​​​​​હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા

જામનગરમાં વીઝન કલબ દ્વારા પ્રદર્શન, પારણા હરિફાઇ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં આવનારા મુલાકાતીઓને બેસ્ટ સ્માઇલ, કપલ અને વાળ માટે ઇનામ અપાયા હતાં. કાર્યક્રમમાં શહેરની અન્ય મહિલા સંસ્થાના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં વીઝન કલબ દ્રારા તાજેતરમાં બે દિવસ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં શહેર ઉપરાંત રાજકોટ, વેરાવળના બહેનોએ ભાગ લીધો હતો. પ્રદર્શનમાં શહેરની અન્ય મહિલા કલબના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. તદઉપરાંત હિંડોળા અને પારણા હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. મધર્સ ડે ની હરીફાઇમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ ભેટ આપવામાં આવી હતી.

પર્યાવરણ દિવસની સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરાયા હતાં. સાથે સાથે મુલાકાતીઓમાં બેસ્ટ કપલ, સ્માઇલ અને વાળ માટે ઇનામ અપાયા હતાં. વાળમાં કલરથી થતા નુકસાનની જાગૃતિ માટે વધુ સફેદ વાળ ધરાવનાર 3 સભ્યોને ઇનામ અપાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...