તપાસ:અકસ્માતના અજ્ઞાત મૃતકની ઓળખ માટે કવાયત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અજ્ઞાત યુવાનની તસવીર - Divya Bhaskar
અજ્ઞાત યુવાનની તસવીર

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હોટલના પટાંગણ પાસે તા. 8ના ડમ્પર હડફેટે એક અજાણ્યા 40થી 45 વર્ષની વયના યુવાનનુ મૃત્યુ નિપજયુ હતુ.

જયારે અકસ્માતમાં મૃત્યુ પામનારા અજાણ્યા યુવાનના મૃતદેહનો કબજો સંભાળી તેનુ પોષ્ટમોર્ટમ કરાવી કોલ્ડરૂમમાં રાખી દિઘો હતો.પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતક યુવાન ચાર-પાંચ વર્ષથી ખીજડીયા બાયપાસ આસપાસ જ રખડતો ભટકતો હતો અને માનસિક અસ્વસ્થ હોવાનુ બહાર આવ્યુ હતુ.

મૃતક લગભગ 40થી 45 વર્ષની વયના હાથમાં કાળા કલરની બંધ હાલતની જુની પ્લાસ્ટીક ઘડીયા તથા એક ઘાતુની વિંટી પહેરેલ હતી જેની ઓળખ મેળવવા માટે પંચ એ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...