વિવાદ:એકસ આર્મીમેનનો પત્ની સાથે એસ્ટેટ અધિકારીના ઘેર હંગામો, પોલીસે દંપતિ સામે અટકાયત પગલા લીધા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ ખુદ દબાણ કર્યાનો આક્ષેપ

જામનગરમાં એકસ આર્મીમેને પત્ની સાથે એસ્ટેટ અધિકારીના ઘેર હગામો મચાવી અધિકારીએ ખુદ દબાણ કર્યાનો આક્ષેપ કરતા ચકચાર જાગી છે. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે દંપતિની અટકાયત કરી હતી. જામનગરમાં તાજેતરમાં ગાંધીનગર પાછળના મેહુલપાર્ક વિસ્તારમાં માર્ગ પર બનાવામાં આવેલી ગેરકાયદે દિવાલ તોડવા ગયેલા એસ્ટેટ અધિકારી પર એકસ આર્મીમેન હિતેન્દ્રસિંહે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે પોલીસમાં હિતેન્દ્રસિંહ અને તેની પત્ની સામે ફરિયાદ પણ નોંધાઇ હતી.

આ દરમ્યાન હિતેન્દ્રસિંહ અને તેના પત્ની સોમવારે સવારે એસ્ટેટ અધિકારી એન.આર.દિક્ષિતના ઘેર દોડી ગયા હતાં અને દબાણ દૂર કરનાર એસ્ટેટ અધિકારીએ પોતાનું ઘર બનાવામાં દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરી હગામો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતાં સીટી સી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એકસઆર્મીમેન અને તેની પત્ની સામે અટકાયતી પગલા લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...