તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Eventually Bhanvad Palika Superseed, Order Of Ministry Of Urban Development, Appointment Of Khambhaliya Province Officer As Administrator

કામગીરી:આખરે ભાણવડ પાલિકા સુપરસીડ, શહેરી વિકાસ મંત્રાલયનો આદેશ, ખંભાળિયાના પ્રાંત અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂંક

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાણવડ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકિય ઉથલપાથલ વચ્ચે રાજયના શહેરી વિકાસ મંત્રાલયે નગરપાલિકાને સુપરસીડ કરવાનો આદેશ કર્યો છે. નગરપાલિકાના વહીવટદાર તરીકે ખંભાળિયા પ્રાંત અધિકારીની નિમણુંક કરાઇ છે.થોડા સમય પુર્વે ભાણવડ નગરપાલિકામાં ભાજપના આઠ સભ્યે બળવો કરી કોંગ્રેસને સમર્થન આપતા બહુમતિ હોવા છતા ભાજપે સતા ગુમાવી હતી.અગાઉ અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપના આઠ સભ્યોએ કોંગ્રેસના આઠ સભ્યોને સમર્થન આપતા કોંગ્રેસે બહુમિત મેળવી હતી.

જે સભામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ ભાજપે ભાજપના આઠેય સભ્યોને પક્ષમાંથી બરતરફ કર્યા હતા. જે દરમિયાન રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન કમિશ્નર દ્વારા ભાણવડ નગરપાલિકાને સુપરસીડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.તેમજ ભાણવડ નગરપાલિકાના વહીવટીદાર તરીકે ખંભાળીયાના પ્રાંત અધિકારીની નિમણું કરવામાં આવી છે. બીજી બાજુ વાર્ષિક બજેટ બહાલ કરવામાં નિષ્ફળ જતા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિયમ ભંગ બદલ સુપરસિડ કરાયાનુ પણ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...