જામનગર પોલીટેકનીક કોલેજના 190 વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતાં વિદ્યાર્થીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કર 23 મે ના રોજ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ સરકાર જાગી અને ટેબ્લેટ યોજના અંતર્ગત ટેબ્લેટ વિતરણ કરવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત જામનગરના 110 લાભાર્થી વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા હતાં.
જામનગર પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓએ વર્ષ 2019 -20માં ટેબલેટ માટે રૂ. 1000 ભરીને ટેબલેટ મળે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આખરે છાત્રોની રાહનો અંત આવ્યો છે. સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત સરકારી પોલીટેકનિક, જામનગરના 110 લાભાર્થી વિદ્યાર્થીઓને સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત ગુરૂવારે ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રસંગે જામનગરના સિટી મામલતદાર જાનવી બા. જાડેજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિધાર્થીઓને તેમને કારકિર્દી ઉજ્વળ બનાવવા માટે ટેબ્લેટનો ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય એ. કે ઝાલાએ વિધાર્થીઓ ને ઉજ્વળ કારકિર્દીની શુભેચ્છા આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્થા ના તમામ ખાતાના વડાઓ, અઘ્યાપકો અને 100થી વધારે વિધાર્થીઓએ હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.