વર્ષોથી સ્ત્રીઓને જ્યારે સ્ત્રીઓને ઘર ખર્ચના કે અન્ય કોઈ બાબત માટે નાણા આપવામાં આવે ત્યારે તે કરકસર કરીને અથવા તો એવું મેનેજમેન્ટ કરીને અમુક રકમ બચાવતી રહી છે. જોકે, અત્યાર સુધી માત્ર બચત જ કરતી જામનગર શહેર સહિત સમગ્ર હાલારની મહિલાઓ હવે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પણ પાછળ રહી નથી. જામનગરની મહિલાઓ રસોડામાં પૈસા છુપાવવાના બદલે મ્યુચ્યુઅલ ફંડ, આઇપીઓ એસઆઈપી પોલીસી પોસ્ટ ઓફિસ જેવી અલગ અલગ જગ્યાએ નાણા રોકીને પોતાના સપના તો પૂરા કરી રહી છે.
ઇ ગોલ્ડથી લગ્નની તૈયારી
નોકરીની શરૂઆત કરી ત્યારથી જ આવક વધારવા ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું આથી મ્યુચ્યુઅલ ફંડ તેમજ ઇન્સ્યોરન્સ પોલિસી અને ઇ ગોલ્ડમાં ઈન્વેસ્ટ કર્યું છે. પ્રોફિટ થતા પ્રોપર્ટી ખરીદી તેમજ હાલ ઇ ગોલ્ડના માધ્યમથી દિ કરાના લગ્નની તૈયારી પણ કરી રહી છું. - નમ્રતાબેન પુરોહિત, જામનગર
કારનું ડાઉન પેમેન્ટ આપ્યું
વર્ષ 2015 થી રૂપિયા 2000 થી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું અને જેમ જેમ સમજણ પડતી ગઈ તેમ ઇન્સોરન્સ તેમજ આઇપીઓ સહિત અલગ અલગ જેવી જગ્યાએ ફંડિંગ કર્યું હતું અને તેમાંથી આવક થતાં સોનાની ખરીદી કરી આ ઉપરાંત નવી કાર માટે ડાઉન પેમેન્ટ પણ ભર્યું હતુ. - બીની સોલાની, જામનગર
પ્રોફિટ થયો ત્યારે ટુ-વ્હીલર લીધું
પાંચ વર્ષ પહેલા નાનકડી રકમ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું આ સાથે જ આઇપીઓ અને એસઆઈપી પણ ધીમે ધીમે શરૂ કર્યા જેમાં આઇપીઓમાં ઘણો સારો પ્રોફિટ થતાં ભાઈ માટે ટુવિલર ખરીદ્યું આ ઉપરાંત અન્ય એજ્યુકેશનમાં માટે પણ મદદ કરી છે. - રિદ્ધિ ભટ્ટ, જામનગર
ફ્લેટ લેવાનું સપનું પૂર્ણ થયું
છેલ્લા ઘણા સમયથી મ્યુચ્યુઅલ ફંડ આઇપીઓ એસઆઈ પી સહિત અલગ અલગ જગ્યાએ ઈન્વેસ્ટ કરું છું જેના પ્રોફિટથી એકલા હાથે પોતાનો રાજકોટમાં એક ફ્લેટ ખરીદ્યો છે અને આગામી દિવસોમાં ઈચ્છા છે કે માતા પિતાને વર્લ્ડ ટૂર કરાવવું જેથી ઇન્વેસ્ટ કરી રહી છું. - નિશાબેન ઉનડકડ જામનગર
ઇ ગોલ્ડમાં રોકાણ ભાવિ તૈયારી
છેલ્લા સાત વર્ષથી આઇપીઓ, એસઆઇપી, મ્યુચલ ફંડ જેવી અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું જેમાંથી આવક થતાં મોબાઇ સહિત અલગ અલગ વસ્તુઓ અને બીજા ખર્ચાઓ કાઢી લઉ છું. આ સાથે જ ભવિષ્ય માટે ઈ ગોલ્ડના માધ્યમથી હાલ ઇન્વેસ્ટ કરી રહી છું. જેથી લગ્નનો ખર્ચો જાતે ઉપાડી શકું. - નિકિતા ગોપીયાણી જામનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.