'આપ'નું સ્નેહમિલન:મોરબીની ઘટનાને લઇને સમગ્ર ગુજરાત શોકમાં પણ જામનગરમાં 'આપ'નું સ્નેહમિલન અને ભોજન સમારંભ

જામનગરએક મહિનો પહેલા

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ત્યારે જામનગરમાં તમામ સામાજિક-રાજકીય સ્નેહમિલનો જલારામ જયંતિ નિમિત્તે સમૂહ ભોજન અને સરદાર પટેલ જયંતિની ઉજવણી પણ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય સ્નેહમિલન યોજાયું હતું અને હોલીડે રિસોર્ટ ખાતે ભવ્ય ભોજન સમારંભ પણ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગાએ કહ્યું હતું કે, મોરબીની ઘટનાથી બધા દુઃખી છે અને આ ઘટનામાં કોઈ રાજકીય કે કોઈ બાબતે રાજનીતિ ન કરી અને આ ઘટના વિશે આમ આદમી પાર્ટી દ્વારા કાંઈ પણ નિવેદન આપવામાં આવશે નહીં.

આમ આદમી જિલ્લા પાર્ટી દ્વારા આવી દુ:ખદ ઘટનામાં પણ લોકોને વ્યક્તિગત ફોન કરીને સ્નેહમિલનમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં પણ નિમંત્રણ આપવામાં આવ્યું કે, જય હિન્દ સાથ જણાવવાનું કે આજરોજ જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટમાં જામનગર જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દોંગા દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મિત્રોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.

અન્ય સમાચારો પણ છે...