તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Even During The Corona Period, Schools Collected Full Fees, With NSUI And Youth Congress Protesting And Submitting Applications To The Education Officer.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:કોરોના કાળમાં પણ સ્કૂલોએ સંપૂર્ણ ફી વસુલી, એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું

જામનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા વર્ષમાં ફી વસૂલ કરવામાં આવશે તો આંદોલન કરાશે
 • જો ફી ઉઘરાવી હોય તો સરકારના જૂના નિયમ પ્રમાણે 25 ટકા માફી કરીને ઉઘરાવે

આજરોજ જામનગર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે જામનગરની સીબીએસસી શાળાઓમાં નવા વર્ષ 2021-22માં 25% ફી માફીની જગ્યાએ સંપૂર્ણ વસૂલ કરી છે. ત્યારે એપ્રિલ 2021 થી સીબીએસસી શાળાઓ તો શરૂ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. ત્યારે શૈક્ષણિક વર્ષ 2020-21 માં સમગ્ર ભારતમાં કોરોના મહામારી સામે ઝઝૂમતી હતું. જેમાં ગત આખું વર્ષ શાળાઓ બંધ રહી હતી. છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ફી માફીની જગ્યાએ ફક્ત 25 % ફી માફી કરવામાં આવી હતી.

સ્કૂલોએ ફી લઇ લીધી પણ ખુલશે ક્યારે તે નક્કી નથી

હાલ એપ્રિલ 2021-22 થી સીબીએસસીનું અને જુલાઈ 2021-22 ગુજરાત બોર્ડનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં પણ શાળાની ખુલવાની શક્યતા નહિવત છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ શૈક્ષણિક વર્ષ 2021-22ની ફી માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. છતાં પણ મોટાભાગની સીબીએસસી શાળાઓને નવા સત્રની સંપૂર્ણ ફી વસૂલવાનું શરૂ કરી દિધુ છે. અને આ પરિસ્થિતિ બે મહિના પછી જુલાઈ 2021માં ગુજરાત બોર્ડની શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.જેથી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા ફી અંગેનો નવો પરિપત્ર જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી કોઇપણ સત્રની ફી ના ઉઘરાવે. અને જો ફી ઉઘરાવી જ હોય તો જૂના નિયમ મુજબ 25% માફી સાથે જ ઉઘરાવે તેઓ લેખિત પરિપત્ર આપવામાં આવ્યો છે.

શિક્ષણ અધિકારી કચેરી સામે આંદોલન થશે

તેમજ જો શાળાઓ પોતાની મનમાની મુજબ સંપૂર્ણ ફી વસૂલવાનું શરૂ જ રાખશે. તો નાછુટકે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા તમામ શાળાઓ સામે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે આંદોલન કરવા પડશે. તેવી રજૂઆત જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ તોસીફ ખાન પઠાણ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર આપી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો