તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનના સપોર્ટ સાથે એસ્સાર કંપનીએ 100 બેડનું કોવિડ કેર સેન્ટર સ્થાપિત કર્યું

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ સેન્ટરમાં ડબલ ઓક્યુપન્સી ધરાવતા 40 રુમ અને સિંગલ ઓક્યુપન્સી ધરાવતા 20 રૂમ છે

ખંભાળિયા ખાતે એસ્સાર કંપનીએ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100 બેડનું વિશિષ્ટ કોવિડ કેર સેન્ટર સ્થાપિત કર્યું છે. જે ઓક્સિજનના પુરવઠા સાથે સજ્જ છે. અને તેને ખંભાળિયા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓપરેટ કરવામાં આવશે.

100 બેડના આ કેન્દ્રનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કર્યું

ખંભાળિયાના કાજુરડા ગામમાં સ્થિત 100 બેડના આ કેન્દ્રનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કર્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા જામનગરના સાંસદ શપૂનમબેન માડમે કર્યું હતું. આ કેન્દ્ર ઓક્સિજનના સપોર્ટ સાથે સજ્જ છે. જે દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન મહત્વપૂર્ણ બની ગયો છે. એમાં લોકોની તબીબી જરૂરિયાતો પૂરી કરવા ડબલ ઓક્યુપન્સી ધરાવતા 40 રુમ અને સિંગલ ઓક્યુપન્સી ધરાવતા 20 રૂમ છે. ભરતી થયેલા દર્દીઓ માટે સ્વસ્થ ભોજનની અને હાઉસકીપિંગની જરૂરિયાતો પણ પૂર્ણ કરશે. અગાઉ તાલીમ કેન્દ્રના મનોરંજન હોલને હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર સાથે પણ સજ્જ છે.

આ કેન્દ્ર એસ્સારની કંપનીઓ એસ્સાર પોર્ટ્સ લિમિટેડ અને એસ્સાર પાવર લિમિટેડે સંયુક્તપણે સ્થાપિત કર્યું છે. તેમજ જરૂરિયાત મુજબ એમાં વિવિધ સુવિધાઓ વધારવામાં આવશે. ગયા વર્ષે એસ્સારે આ વિસ્તારના લોકોને રોગચાળામાં આવકારદાયક રાહત પ્રદાન કરવા વિવિધ પહેલો હાથ ધરીને સપોર્ટ આપ્યો છે.

એસ્સારનો ગુજરાતના લોકો સાથે ગાઢ સંબંધ છે

એસ્સાર કેપિટલના ડાયરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, “એસ્સારનો ગુજરાતના લોકો સાથે ગાઢ સંબંધ છે અને છેલ્લાં પાંચ દાયકાથી દેશમાં અગ્રણી બિઝનેસ ગ્રૂપ તરીકે એની વૃદ્ધિમાં સતત સાથસહકાર આપવા બદલ તેમના ઋણી છીએ. આ કેન્દ્ર સુલભ સ્થળે સ્થાનિક લોકોને સમયસર તબીબી સારવાર પ્રદાન કરવા અને આ રોગચાળા સામેની લડાઈમાં સરકારના પ્રયાસોને ટેકો આપવા અમારો પ્રયાસ છે. હું રોગચાળા સામે લડવા તેમના તમામ પ્રયાસો બદલ મુખ્યમંત્રી વિજય રુપાણી, પૂનમબેન અને સંપૂર્ણ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનું છું. તેમજ ગુજરાતમાં દરેકને સ્વસ્થ અને સલામત રહેવાની શુભેચ્છા આપું છું.

કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીને તમામ સારવાર, ભોજન વગેરે વિનામુલ્યે

જામનગરના સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, કોરોના મહામારી સામેની લડાઈમાં એસ્સારે માનવ જીંદગીને બચાવવા માટે ઓક્સિજનની સુવિધા સાથે સંપૂર્ણ સાધન-સુવિધા સજ્જ 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવભૂમિ દ્વારકા જીલ્લાની જનતાને એક આશિર્વાદરૂપ ભેટ ધરી છે. જીલ્લાનાં વહીવટીતંત્ર તથા રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીને તમામ સારવાર, ભોજન વગેરે વિનામુલ્યે મળનાર છે.

આ કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસના ગામડાના લોકોને સેવા આપશે. જ્યાં કોવિડ-19 ઇન્ફેક્શનમાં વધારો જોવા મળે છે. તેમજ સ્થિતિને સંભાળવા સત્તામંડળોને જરૂરી સાથસહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો