ગ્રામ પંચાયત ચૂંટણી:હાલારની 247 ગ્રામ પંચાયત ચૂંટણી માટે તંત્ર સજ્જ, પ્રચાર પડધમ શાંત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ દ્વારકાની 128 અને જામનગરની 119 ગ્રા.પંચાયત માટે રવિવવારે મતદાન
  • પ્રતિષ્ઠાભર્યો જંગ જીતવા સરપંચ અને સભ્યપદના ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 247 ગ્રામ પંચાયતોની ચુંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાનાર છે.આજે પ્રચાર પડઘમ શાંત થયા છે.જામનગરની 119 અને દેવભૂમિ દ્વારકાના 128 ગ્રામ પંચાયતોની ચુંટણીના મતદાન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવાય છે.જયારે સ્થાનિક કક્ષાએ પ્રતિષ્ઠા ભર્યા મનાતા સરપંચ અને સભ્ય પદની ચુંટણીમાં મેદાન મારવા માટે ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી એડીચોંટીનુ જોર લગાવશે.જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતમાં સામાન્ય, 10 ગ્રામ પંચાયતમાં પેટા ચુંટણીફ અને એક ગ્રામ પંચાયતમાં મધ્યસ્થ ચુંટણી માટે તા.19ને રવિવારે મતદાન યોજાશે.

સરપંચ પદ માટે 116 જયારે સભ્ય પદ માટે 697 ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહયા છે. જયારે 2.66 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જિલ્લામાં અગાઉ 38 ગ્રામ પંચાયત સમરસ થઇ છે.જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. અગાઉ 28 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. દેવભૂમિ પંથકમાં ચુંટણી નજીક આવતા રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોચ્યો છે.હવે પ્રચાર પડઘમ શાંત થતા જ ઓટલા અને ખાટલા બેઠકોનો દારૈ શરૂ થશે. ગ્રામ પંચાયતની ચુંટણીના પગલે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાને આખરી ઓપ અપાઇ ચુકયો છે.

ચુંટણીની પ્રક્રિયાને અનુલક્ષીને ચુંટણી અધિકારીઓ અને કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે.બીજી બાજુ ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને હોમગાર્ડઝ જવાનોની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા મથદાન મથકો ખાતે બંદોબસ્તમાં પોલીસ ટીમને સહાયરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...