તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સલ આઇડી કાર્ડ:હાલારના 3805 દિવ્યાંગોને 3.56 કરોડના સાધનોનું વિતરણ કરાશે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં રવિવારે સામાજિક અધિકારિતા શિબિર અને દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી, કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીએ દિવ્યાંગોની ઉપેક્ષા ન કરી, સન્માનિત કરી તેમને સક્ષમ બનાવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું. કેમ્પમાં સાંસદ નિધિમાંથી 220 લોકોને મોટરાઈઝડ ટ્રાઈસીકલ એનાયત કરવામાં આવી હતી.

દિવ્યાંગો માટે 1216 જેટલી વિવિધ યોજનાઓ કાર્યાન્વિત છે. સાથે જ દિવ્યાંગો માટે યુનિવર્સલ આઈડેન્ટીટી કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી દેશના કોઇપણ દિવ્યાંગને પોતાની અલગ ઓળખ મળશે. પેરાલિમ્પિક જેવી ખેલ સ્પર્ધાઓમાં પણ ભારતના દિવ્યાંગોએ પરચમ લહેરાવ્યો છે.

ત્યારે દેશમાં પાંચ અલગ ઝોનમાં દિવ્યાંગો માટે પાંચ ખેલ સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અમદાવાદ ખાતે એક દિવ્યાંગ ખેલ સંસ્થા નિર્મિત કરવામાં આવશે.

કોરોના ગાઇડલાઇનના પાલન સાથે હાલારના બંને જિલ્લાના 3805 દિવ્યાંગોને રૂ.3,56,91000 ના 6225 ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે. જેમાં મોટરાઈઝડ ટ્રાઈસીકલ, વોકિંગ સ્ટિક, સ્માર્ટ ફોન, સ્માર્ટ કેન, કાનનું મશીન, એમએસઆઇડી કિટ, કૃત્રિમ અંગ અને કેલીપર્સ વગેરે ઉપકરણોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...