રેસ્કયું:નકટો બતક અને તેના 13 બચ્ચાના જીવ પર્યાવરણવાદીઓએ બચાવ્યા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના ગુલાબનગરમાં બચાવકાર્ય કરવામાં આવ્યું હતું

જામનગરના ગુલાબનગરમાં લોકોના ટોળા અને શેરી કૂતરા - બિલાડાથી ત્રસ્ત થઈ 13 બચ્ચા સાથે એક માદા નક્ટો બતક (Comb Duck) નિઃસહાય અવસ્થામાં ફસાયું હોવાની જાણકારી જામનગરની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા લાખોટા નેચર કલબના સદસ્ય આનંદ પ્રજાપતિ ને મળી હતી. આ જાણકારીને આધારે ક્લબના સભ્ય મિલન કંટારિયા અને તેના પક્ષીપ્રેમી યુવરાજસિંહ સોઢા ગુલાબનગર વિસ્તારમાં દોડી ગયા હતાં અને લોકોના ટોળાને દૂર કરી નિઃસહાય બતક અને તેના ૧૩ બચ્ચાને બચાવવા કામગીરી હાથ ધરી હતી. એક કલાકની જહેમત બાદ નકટો બતક અને તેના તમામ બચ્ચાને રેસ્ક્યું કરીને આ પક્ષીને પ્રકૃતિના ખોળામાં જામનગરના લાખોટા તળાવ અંદર સલામત સ્થળે મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...