ઉત્તરાયણ:કૃષિ મંત્રી રાઘવજી પટેલે વતનમાં ધ્રોલ ખાતે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી પતંગ ચગાવી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કૃષિ મંત્રીએ વતનમાં ઉત્તરાયણની ઉજવણી કરી - Divya Bhaskar
કૃષિ મંત્રીએ વતનમાં ઉત્તરાયણની ઉજવણી કરી
  • અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી

રાજ્યભરમાં આજે ઉતરાણના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાના જામનગર ખાતેના વતનમાં પરિવાર સાથે ઉજવણી કરી પતંગ ચગાવી હતી.બાળપણના રિવાજોને યાદ કરી કૃષિ મંત્રીએ સૌને ઉતરાણની સુભેરછા પાઠવી હતી. કોરોનાકાળમાં સાવચેતી પૂર્વક અને પક્ષી સૃષ્ટિને ધ્યાને રાખી પતંગ ચગાવવા સલાહ આપી હતી. ઉપરાંત રાજ્યમાં ક્યાંય યુરિયા ખાતરની અછત નહી હોવાનું નિવેદન કર્યું હતું.

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આજે ઉતરાણ પર્વની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ધ્રોલ ખાતેના નિવાસ સ્થાને પરિવાર સાથે ઉતરાણની ઉજવણી કરી હતી. કૃષિ મંત્રીએ ધ્રોલ ખાતેના નિવાસ સ્થાને પતંગ ચગાવી સૌને ઉતરણ પર્વની શુભેચ્છા પાઠવી હતી. મંત્રીએ પરિવાર સાથે પતંગ ચગાવી બાળપણના સ્મરણો વાગોળ્યા હતા. બાળપણમાં ગામડામાં જુના રિવાજ મુજબના ખીચડા, તલ, મમરાના લાડુને યાદ કરી ગૌચરાના દાનને યાદ કરી તમામને કોરોનાકાળમાં સાવચેતી પૂર્વક અને પક્ષી સૃષ્ટિને ધ્યાને રાખી પતંગ ચગાવવા સલાહ આપી હતી. આ ઉપરાંત રાજ્યમાં ક્યાંય યુરિયા ખાતરની અછત નહી હોવાનો દાવો પણ કર્યો હતો.

જામનગરમાં ઉત્તરાયણના પર્વમાં લોકો પતંગ ચગાવવાની મોજ સાથે ઊંધિયુ અને જલેબીની પણ મોજ માણતા હોય છે.ત્યારે જામનગર શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઊંધિયાની અવનવી વાનગીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પતંગ ચગાવતી વેળા લોકો છત અને અગાશી-ધાબા પર હોય એવા સમયે ક્યાંકને ક્યાંક કાઠીયાવાડી ઊંધિયું સહિતની વાનગીઓ ખાવાની મોજ પણ માણતા હોય છે. હાલમાં જામનગરની બજારોમાં ઊંધિયું અને જલેબી સહિતની વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળી મળી રહ્યું છે.

ત્યારે જામનગરના પ્રખ્યાત જૈન વિજયમાં 800 કિલો કરતાં પણ વધુ ઊંધિયું બનાવવામાં આવે છે. કાઠિયાવાડી ઉંધીયામાં 30થી વધુ પ્રકારના શાકભાજી-ડ્રાયફ્રુટ સહિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ કાઠીયાવાડી ઊંધિયામાં સુરતથી ખાસ પાપડી મંગાવવામાં આવે છે અને ખાસ બિસલેરી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉંધીયામાં એક્સ્ટ્રા પનીર પણ નાખવામાં આવે છે જેથી કરીને કાઠિયાવાડી ઊંધિયાનો સારો એવો ટેસ્ટ લોકો માણી શકે છે.

આશરે બે વરસ બાદ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં લોકો ઊંધિયું-જલેબી ખાતા જોવા મળ્યા હતા. આ વર્ષે બજારમાં ઉંધીયાનો ભાવ રૂ. 300 પ્રતિ કિલો હતો.

તો જલેબી 400 રૂ. પ્રતિ કિલો હતી. જો કે આ વખતે કોરોના બાદ જામનગરના બજારોમાં ઊંધિયા-જલેબીનું વેચાણ વધ્યું હતું, જેના કારણે વેપારીઓના મોઢા પર ખુશીની લહેર જોવા મળી હતી.

શહેરમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા દ્વારા ઘાયલ પક્ષીઓ ની સારવાર કરાઈ
જામનગર માં આજે ઉત્તરાયણ ની ઉજવણી થઈ રહી છે, ત્યારે પતંગ ની મજા નિર્દોષ પક્ષીઓને ઇજા પહોંચે તો તેને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી શકાય તેવા શુભહેતું સર લાખોટા નેચર કલબ દ્વારા જીવદયાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.લાખોટા નેચર કલબ જીવ સેવા ફાઉન્ડેશન દ્વારા શહેર ના સાત રસ્તા સર્કલ અને ડી.કે.વી. સર્કલ ,સાધના કોલોની સહિત અનેક સ્થળોએ સ્ટોલ નાખી જે જગ્યા એ પક્ષી ઇજા પામે તેને યુદ્ધના ધોરણે સારવાર પુરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...