જામનગરના સાર્થકે રાષ્ટ્ર કક્ષાની ખૂબજ મહેનત માંગી લેતી કેટની પરીક્ષા પાસ કરી દેશની ટોપ 5 માં ગણાતી લખનઉ આઇઆઇએમમાં પ્રવેશ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. ધો.10 માં 99.53 અને ધો.12 માં 99.90 પીઆર મેળવ્યા હતાં.
જામનગરમાં રહેતા મનીષભાઇ જયસુખભાઇ ટીટા અને ભાવીનીબેનના પુત્ર સાર્થકે ભારતની સૌથી અઘરી ગણાતી કેટની પરીક્ષા શ્રેષ્ઠ પીઆર સાથે પાસ કરી છે. ભારતની કુલ 20 ઇન્ડીયન ઇસ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સંસ્થામાથી ટોપ ફાઇવમા ગણાતી લખનૌ આઇઆઇએમમાં પ્રવેશ મેળવ્યો છે.
માતા પિતા શિક્ષકો અને પરિવારજનો ની પ્રેરણાથી હંમેશા અભ્યાસમા શ્રેષ્ઠ દેખાવ કરનાર સાર્થકે ધો.10 માં 99.53 અને ધો.12 માં 99.90 પીઆર મેળવી રાજ્યભરમા બોર્ડમા દસમુ સ્થાન મેળવવાની સિદ્ધી હાંસલ કરી હતી. સીએની પરીક્ષા પણ પાસ કરી અમદાવાદની કેપીએમજીમાં વર્ક એક્સપીરીયન્સ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.