તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:ધ્રોલના લૈયારા પાસેથી પ્લાસ્ટિક દાણાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપાઈ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લીશ દારૂની 808 બોટલ અને 2363 બીયરના ટીન ઝડપાયા

જામનગર એલસીબીએ પ્લાસ્ટિક દાણાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં પ્લાસ્ટિક દાણાની આડમાં લવાયેલા ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ દરોડો પાડી બે શખ્સો દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલ તાલુકાના લૈયારા ગામના યાસીન ઉર્ફે મોટો હાજી ભાઈ સુમરા તથા જામનગર ગુલાબ નગર ના કાસમ અબ્દુલભાઈ ખેરાણી તથા ઈમરાન ભાઈ ખેરાણી ત્રણેય જણાએ ભાગીદારીમાં બહારથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લૈયારા ગામની પાછળના ભાગે આવેલ ચેકડેમ પાસે ખરાબામાં ટ્રકમાં રાખેલ હતો.

જે ટ્રક નંબર જી.જે.10 એયું 8378 માંથી દારૂનું કટિંગ કરી પોતાના અલગ-અલગ ગ્રાહકોને વેચવાના છે. અને હાલ ઇંગ્લિશ દારૂ નું કટીંગ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી જામનગર એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, સંજય સિંહ વાળા અને અજયસિંહ ઝાલાને મળી હતી.

પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઇંગ્લિશ દારૂ કટીંગ થતું હતું તે જગ્યાએ રેડ કરી હતી અને દારૂના જથ્થાનું કટીંગ કરતા આરોપીને પકડી પાડયા હતા.જેમાં આરોપી હુસેનભાઇ ઉર્ફે બાવ અકબરભાઈ બ્લોગ રે. ગુલાબ નગર તાડિયા હનુમાન મંદિર પાસે જામનગર, બીજો આરોપી સલીમ ભાઈ ઉર્ફે વસીમ દાઉદભાઈ પઠાણ રે. અલિયાબાડા હબીબનગર હૂસેનીચોક તાલુકો જીલ્લો જામનગરને પકડી પાડયા છે અને બંનેના કપડા માંથી ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો તેમજ બિયર સહિત મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે ઈંગ્લીશ દારૂના જથ્થા માં મેકડોવેલસ વહીસ્કી દારૂની 808 બોટલ જેની કિંમત રૂ 3,23,200 લાખ,બિયર ટીન 2363 નંગ કિંમત રૂ. 2,36,300 લાખ તેમજ ટોરસ ટ્રક કિંમત રૂપિયા 10,00,000 લાખ અને 3 મોબાઇલ ફોન કિંમત રૂ 5000 હજાર અને પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓ નંગ 595 કિંમત રૂપિયા 11,90,000 લાખ તેમજ કુલ કિંમત રૂપિયા 27,54,500 મુદ્દામાલ નો પોલીસે કબ્જે કર્યો છે.

તેમજ ઇંગ્લીશ દારૂમાં આરોપીઓ યાસીનભાઈ ઉર્ફે મોટો હાજી ખેરાણી કાસમભાઈ અબ્દુલભાઈ ખેરાણી ઈમરાનભાઈ ખેરાણી તથા દારૂ સપ્લાય કરનાર ને અટક કરવાના બાકી છે જેવો વિરુદ્ધમાં ફરિયાદના રિપોર્ટ આધારે પ્રોહીબીશન ધારા હેઠળ આગળની કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...