ચાંપા બેરાજા ગામે રહેતા આરોપીએ 21 વીઘા જમીન હડપ કરી જવાના ઇરાદે કબજો કરી લીધો હોવાનું સામે આવતા પંચકોષી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાયો છે. આ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર કેતનભાઇ રમેશભાઇ ગોશરાણી વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) મુળ ચાંપાબેરાજા ગામ તા.જી.જામનગર) એ આરોપી કુંવરસિંહ મહોબતસિંહ જાડેજા (રહે.ચાંપા બેરાજા ગામ તા.જી.જામનગર) સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા અનુસાર કેતનભાઇની ખેતીની ચાંપા બેરાજા ગામેં આવેલ કુલ 21 વીઘા ખેતીની જમીન હડપ કરી જવાના ઇરાદે કુંવરસિંહ મહોબતસિંહ જાડેજાએ છેલ્લા છએક વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હતી. જેને પગલે જિલ્લા કલેકટરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબતે અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતીએ તપાસ હાથ ધરી સ્થળ પર રોજકામ કર્યું હતું. જ્યા તપાસ હાથ ધરતા દબાણ થયાનું સામે આવ્યું હતું. જેને લઈને કેતનભાઇ રમેશભાઇ ગોશરાણીની ફરિયાદ પરથી પોલીસે આરોપી કુંવરસિંહ મહોબતસિંહ જાડેજા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) તળે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.