તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન સંવાદ:‘વિદ્યાર્થી અને તેના પરિજનોને કોરોના ગાઇડલાઇનના પાલનની પ્રેરણા આપો’

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા શિક્ષણાધિકારીએ CRC-BRC સાથે વાત કરી

જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડિનેટર સાથે ઓનલાઇન સંવાદ કરી વિધાર્થીઓ અને તેના પરિજનોને કોરોના ગાઇડલાઇનના પાલનની પ્રેરણા આપવા જણાવ્યું હતું. વોટસએપ અને વેબીનારના માધ્યમથી સમજણ આપવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત કોરોનાની રસીનું મહત્વ સમજાવવા અંગે પણ આ ઓનલાઈન સંવાદમાં જણાવ્યું હતું.

વર્તમાન કોરોના મહામારીમાં શિક્ષકો દ્વારા જનજાગૃતિ કેળવવામાં આવે તે હેતુથી સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. દવેએ બુધવારના જિલ્લાના તમામ સીઆરસી, બીઆરસી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે ઓનલાઈન મીટીંગ કરી હતી. જેમાં શિક્ષણાધિકારીએ ફ્રન્ટ લાઈન વોરીયર્સ પરિવારોને માનસીક હુંફ આપવા અનુરોધ કર્યો હતો.

તદઉપરાંત વેબીનાર કે વોટસઅપના માધ્યમથી સંપર્ક કરી માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ સાફ કરવા, બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા સહિતની કોરોના ગાઇડ લાઇનની વિદ્યાર્થીઓ અમલવારી કરી અને તેમના પરિજનોને કરાવે તે માટે પ્રેરણા આપવા જણાવ્યું હતું. તદઉપરાંત વેક્સિન માટે માહિતગાર કરવા, આખો પરિવાર હોમ કોરોનટાઈન હોય, સ્થાનિક દવાખાનામાં કોઈ દાખલ હોય તો એનજીઓની મદદ લઈ તેના ભોજન માટેની વ્યવસ્થા કરવા સંકલન કરવા અને જરૂર જણાય ત્યાં શિક્ષકો સેવાના ભાગરૂપે મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો