તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જુગારની જમાવટ:જુગારીઓને પકડી લાવીને બાંકડા પર બેસાડ્યા પછી પોલીસે એની સામે જ પત્તાંની બાજી ટીચવા માંડી!, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

દ્વારકા2 મહિનો પહેલા
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જુગારીઓના ઓરાપીઓ જોતા રહ્યા અને પોલીસ કર્મચારીઓએ જુગારની રમત માંડી
  • દ્વારકા જિલ્લા પોલીસ વડાએ કહ્યું એલસીબીને તપાસ સોંપી હતી
  • પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જુગાર રમતાનો વીડિયો વાઈરલ

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જુગારના આરોપીઓ સામે જ જુગાર રમતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થતા ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસ આરોપીઓની સામે જ જુગાર રમતા હોવાથી પોલીસ વિભાગમાં પણ ભારે ચર્ચા જાગી હતી. હકિકત તપાસવા જિલ્લા પોલીસ વડાએ એલસીબીને તપાસ સોંપી છે. જુગાર રમતા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં દિલીપસિંહ, શક્તિસિંહ, સુખદેવસિંહ અને હરદીપસિંહનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસવડાએ કડક કાર્યવાહી કરતા જિલ્લાભરના પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વીડિયો જન્માષ્ટમીના તહેવારના દિવસોનો હોવાની ચર્ચા
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક જુગારમાં આરોપીઓને પોલીસે પકડ્યા બાદ પોલીસ સ્ટેશન લવાયા હતા. જે સમયે આરોપીઓને બેસાડી તેની સામે જ પોલીસ કર્મીઓ ગંજીપાના ટીંચતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો જન્માષ્ટમી તહેવારના દિવસો આસપાસનો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું હતું. દ્વારકા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા એલસીબીને તપાસ સોંપી હતી.

પોલીસ સ્ટેશનના ટેબલ પર જ જુગારની રમત માંડી
પોલીસ સ્ટેશનના ટેબલ પર જ જુગારની રમત માંડી

CCTVના આધારે સમગ્ર તપાસ થશેઃ દ્વારકાના SP
દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમતી હોવાનો વીડિયો મારા સુધી પણ પહોંચ્યો છે. સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ થશે. આ બનાવની હકિકત તપાસ માટે એલસીબીને તપાસ સોંપી છે. જેના રિપોર્ટના આધારે કસુરવાર પોલીસ સામે પગલા લેવાશે.

જુગારના આરોપીઓના નિવેદન લેવાશે: એલસીબી PI
એલસીબી PI જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમે છે તેવો વીડિયો વહેતો થયો છે. જેની સામે જુગારમાં જે આરોપીઓ ઝડપાયા છે તે પણ બેઠા છે. જે તમામને રૂબરૂ બોલાવી નિવેદન નોંધી સમગ્ર તપાસ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો