રજૂઆત:કર્મીઓ, પેન્શનરો 22 મહિનાથી મોંઘવારી ભથ્થા-એરીયર્સથી વંચિત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ દ્વારા પીએમને રજૂઆત
  • 1 ડિસેમ્બર સુધીમાં લાભ મળે તે માટે પગલા લેવા માંગણી

જામનગરમાં જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને રોકાયેલા મોંઘવારી ભથ્થા અને એરીયર્સ ચૂકવવા વડાપ્રધાનને રજૂઆત કરાઇ છે. જામનગરના જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના તા. 1-1-2020 થી તા. 30-6-2021 સુધી દર છ મહિને મળતા. મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા મળ્યા નથી. છેલ્લે 3 ટકા મુજબ તા. 1-7 2021 થી 31- 10 -2021ના કુલ 31 ટકા લેણાં ચૂકવવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે તા.1-6- 1978 થી કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે 22 મહિના થી આ રકમ ચૂકવી ન હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો તકલીફો વેઠી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે દરેક રાજ્ય અને તેમની ગ્રાન્ટના બે ત્રીમાસિક હપ્તા એડવાન્સ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આથી કર્મચારીઓ અને પેન્શનરોને 22 મહિનાથી રોકાયેલા મોંઘવારી ભથ્થા અને એરીયર્સ તા. 1 ડિસેમ્બર 2021 સુધીમાં મળી જાય તે માટે પગલાં લેવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...