થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ દ્વારા કરજણ મામલતદાર સાથે કરાયેલા ગેરવર્તનના રાજ્યભરના મહેસૂલ વિભાગના કર્મચારીઓમાં ઘેરા પડઘા પડ્યા છે. ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યા બાદ આજે રાજ્યભરમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા. જો સાંસદ માફી ન માગે તો અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.
થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જાહેરમાં કરજણ મામલતદાર સાતે ગેરવર્તન કરી ગાળો કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિેએશન દ્વારા સાંસદ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. જો માફી ન માગે તો 3 માર્ચથી વિરોધ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગઈકાલે કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ આજે મહેસૂલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી જઈ વિરોધ નોંધાવ્યો છે. જો સાંસદ માફી ન માગે તો આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.