તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:ટેકનોલોજીની સાથે ભારતીય નૌ સેનાની તાકાત વધારવા ભાર મૂકાયો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઇસ એડમીરલે આઇએનએસ વાલસૂરાની મુલાકાત લીધી

ભારતીય નૌ સેનાના ચીફ ઓફ મટેરીયલના વાઇસ એડમીરલે જામનગર આઇએનએસ વાલસૂરાની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓએ ટેકનોલોજની સાથે ભારતીય નૌ સેનાની તાકાત વધારવા પર ભાર મૂકયો હતો. ભારતીય નૌ સેનાના ચીફ ઓફ મટેરીયલ વાઇસ એડમીરલ સંદીપ નૈથાની બે દિવસ જામનગર આઇએનએસ વાલસૂરા મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાત તેઓએ વાલસૂરાની જુદી-જુદી આધારભૂત પરિયોજના અને પ્રશિક્ષણ સુવિધાનું નરીક્ષણ કર્યું હતું.

આ તકે તેમણે કવોટમ કપ્યુટીંગ એન્ડ ક્રિપ્ટોગ્રાફી વિષય પર આયોજીતા કાર્યશાળામાં પ્રવચનમાં નવી ટેકનોલોજી અપનાવી દરિયામાં ભારતીય નૌ સેનાની તાકાત વધારવા પર ખાસ ભાર મૂકયો હતો. કોરોના મહામારીમાં પણ વાલસૂરામાં આપવામાં અાવતા ઉતમ પ્રશિક્ષણની કામગીરીને તેમણે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...