વીજતંત્રને એક લાખનું નુકસાન:કાલાવડના નગર પીપળિયા પાસે ટ્રકમાં વીજતાર ફસાતા 11 વીજ પોલ તૂટ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ પુરવઠો પણ ઠપ રહ્યો, ચાલક સામે ફરિયાદ

કાલાવડ તાલુકાના નગર પીપળીયાના પાટીયાથી ગામ તરફ જતા રોડ પર બેઠા પુલ પાસે બોઇલર સાથે પસાર થઇ રહેલા ટ્રકમાં વિજ તાર ફસાતા અગીયાર વિજપોલ વિજલાઇન સાથે પડી ગયા હતા.જેમાં વિજ કંપનીને એકાદ લાખનુ નુકશાન થયુ હતુ.જયારે વિજ પુરવઠો પણ ઠપ્પ રહયો હતો.આ મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ નજીક નગર પીપળીયા ગામના પાટીયાથી ગામ તરફ જતા રોડ પર બોઇલર સાથે પસાર થતા ટ્રકના પાછળના ભાગે વિજલાઇનના તાર ફસાતા એક પછી એક વિજપોલ પર તાર સાથે ખેંચાયા હતા અને આજુબાજુના અગીયાર વિજ પોલ તુટી પડયા હતા.જેના કારણે વિજ પુરવઠો પણ બંધ થઇ જવા પામ્યો હતો.અકસ્માત મામલે જાણ થતા વિજ કંપનીના અધિકારીઓ-કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

આ મામલે વિજ કંપનીના અધિકારી ગૌરાંગભાઇ વાલજીભાઇ કુવારદાની ફરીયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે વિજ કંપનીને રૂ.95 હજારથી વધુનુ નુકશાન પહોચાડવા અંગે ફરીયાદ નોંધાવી છે. જેના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે ટ્રકચાલકને સકંજામાં લીધો હતો. જ્યારે ટ્રક પણ કબજે કરી પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વીજ તંત્ર દ્વારા પણ ધરાશાયી થયેલા વીજ પોલની મરામત કામગીરી સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવા કવાયત શરૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...